Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના કોહલી ગામેથી કુવામાં પડેલા દિપડાને રેસ્ક્યુ કરતા વ્યારા વન વિભાગની ટીમ

  • October 25, 2023 

નાયબ વન સંરક્ષકશ્રી, વ્યારા મદદનીશ વન સંરક્ષશ્રી તાપીના માર્ગદર્શન હેઠળ વન વિભાગ વ્યારાની વ્યારા રેંજના કાર્ય વિસ્તારમાં આજે વ્યારા તાલુકાના કોહલી ગામેથી દિપડાને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. કોહલી ગામના ગામઠાણ ફળિયામાં આવેલ કુવામાં વહેલી સવારે આશરે ૪થી ૫ વર્ષનો નર દિપડો કુવામાં પડી જવા અંગે જાણકારી મળતા વ્યારા રેંજનો સ્ટાફ, રા.ફો. મીરપુર, બીટગાર્ડ ધાટા, બીટગાર્ડ આમણિયા, બીટગાર્ડ ધામણદેવી-૨ તથા બીટગાર્ડ ઉચામાળા વિગેર તથા RCSSGના મેમ્બર તથા તેમના સ્ટાફ દ્વારા દિપડાનું રેસ્ક્યુ ભારે જેહમત બાદ સફળતાપુર્વક કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ બાદ આ દિપડાને સુરક્ષિત રીતે જંગલમા છોડી દેવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application