વલસાડ જિલ્લા પોલીસની એસઓજીની ટીમ દ્વારા ગેરકાયદેસર, બિલ વગરનો અનાજ નો જથ્થો ઝડપ્યો હતો, પારડી તાલુકાના અરનાલા ખાતે એક શોપિંગ સેન્ટર મા ચાલતું સરકારી અનાજ નું કાળા બજારના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. એસઓજી પોલીસે રેડ કરીને બિલ વગરના અનાજ ના કુલ 182 કોથળામા 8220 કિલો અનાજ જપ્ત કર્યું હતું, જેમાં 3140 કિલો ઘઉં, 2700 કિલો બાજરી , 2300 કિલો ચોખા અને 80 કિલો ચણા જપ્ત કર્યા હતા. દુકાન માલિક કૃણાલ ગુર્જર ને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ પણ પોલીસ શરૂ કરી દીધી છે અને ત્યાં દુકાનમાંથી 3 લોકોની અટકાયત કરી કુલ 1,82,320/- રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી પુરવઠા વિભાગને તપાસ સોંપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application