Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓફિસમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ

  • October 28, 2022 

ભરૂચના કસક વિસ્તારમાં આવેલ આંનદ કોમ્પલેક્ષની એક ઓફિસમાં આગ લાગતા દોડધામ બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેર ના કસક વિસ્તારમાં આવેલ આનંદ કોમ્પલેક્ષની વિહિતા કેમ ઓફિસમાં ગત રાત્રીના સમયે અચાનક ધુમાડા નીકળ્યા બાદ આગ ફાટી નીકળતા એક સમયે ભારે દોડધામ ના દ્રશ્યો સર્જાયા હતા,ઓફીસમાં લાગેલ આગના પગલે તાત્કાલિક ઉપસ્થિત લોકોએ ભરૂચ નગર પાલિકા ફાયર સ્ટેશનમાં જાણ કરતા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લીધી હતી.






રાત્રીના સમયે ઓફીસમાં આ આગ શોટસર્કિટના પગલે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે,જોકે સમગ્ર ઘટના ક્રમ માં સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો,જોકે ઓફિસમાં રહેલ વસ્તુઓને આગ ના પગલે નુકશાની થઇ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે,મહત્વની બાબત છે કે દિવાળી ના પર્વ દરમિયાન જ ભરૂચ જિલ્લામાં આગ લાગવાની એક બાદ એક ઘટનાઓ સામે આવતા ફાયર વિભાગ નું તંત્ર સતત દોડતું નજરે પડ્યું હતું,જોકે તમામ ઘટનાઓમાં સદનસીબે કોઈ જાનહાની ન થતા જિલ્લા વાસીઓએ પણ રાહત અનુભવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application