પરીક્ષામાં ચોરી કરવા માટે વિદ્યાર્થીઓ અવનવા નુસ્ખા અપનાવતા હોય છે. હવે તો ટેકનોલોજીથી ચોરી કરતા થયા છે. પરંતું સુરતના એક વિદ્યાર્થીએ પરીક્ષામાં ચોરી કરવા જે નુસ્ખો અપનાવ્યો, તેનાથી તો સ્કવોડની ટીમ પણ ચોંકી ગઈ હતી. આ વિદ્યાર્થીએ ચોરી કરવા માટે ચંપલમાં નકલ છુપાડી હતી.
બન્યું એમ હતું કે, નર્મદ યુનિવર્સિટીમાં બીએસસી કેમેસ્ટ્રી થર્ડ સેમની એટીકેટીની પરીક્ષામાં એક વિદ્યાર્થી ચોરી કરી રહ્યો હતો. સ્ક્વોડને આ બાબતે શંકા જતા તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ હાથ ધરવામાં આવતા જાણ્યું કે, તે માઇક્રો ઝેરોક્ષમાંથી લખતો હતો. આ બાદ સ્કવોડની ટીમે તેને પકડી પાડ્યો હતો. આ બાદ તેની ચોરીની સ્ટાઈલ જોઈ સ્કવોડ પણ ચોંક્યુ હતું. વિદ્યાર્થીએ ચંપલના સોલમાં ખાનું બનાવીને તેમાં કાપલી છુપાવીને લાવ્યો હતો. તેનું ચપ્પલનું સોલ ચેક કરતા તેમાંથી ધડાધડ કાપલીઓ નીકળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application