Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજકોટમાં લાલ બહાદુ શાસ્ત્રી સ્કૂલમાં પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થી અચાનક થયો બેભાન, ફરજ પરનાં તબીબે વિધાર્થીને મૃત જાહેર કર્યો

  • July 17, 2023 

ગુજરાતમાં હાર્ટ એેટેકને લઈને યુવાન વયનાં લોકોનાં મોત થઈ રહ્યાં છે. ત્યારે રાજકોટમાં લાલ બહાદુ શાસ્ત્રી સ્કૂલમાં પરીક્ષા આપતી વખતે ધોરણ-12નો વિદ્યાર્થી અચાનક બેભાન થઈ ઢળી પડતાં અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં દોડધામ મચી ગઈ હતી. જયારે વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ ફરજ પરનાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ તો વિદ્યાર્થીનું મોત હાર્ટ-એટેકથી થયાની શંકા વ્યક્ત કરાઈ છે. રાજકોટમાં લાલ બહાદુ શાસ્ત્રી સ્કૂલમાં પરીક્ષા આપવા બેઠેલો મુદ્દિત નામના વિદ્યાર્થીને સામાન્ય શરદીની તકલીફ હતી.



રીસેષ બાદ તે પરીક્ષા આપવા બેઠો અને તે અચાનક ચક્કર ખાઈને ઢળી પડ્યો હતો. મુદિત નળિયાપરાની ઉંમર 17 વર્ષ છે અને ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. તેના પિતા અક્ષયભાઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી તરીકે ફરજ બજાવે છે. સ્કૂલનાં શિક્ષકે જણાવ્યું હતું કે, ધોરણ-12માં ભણતો વિદ્યાર્થી મુદિતને સવારે ચક્કર આવતા બેહોશ થઈ ઢળી પડ્યો હતો. આથી અમે તાત્કાલિક 108ને બોલાવી હતી. ફરજ પરનાં ઇએમટીએ સ્થળ પર જ CPR અને સારવાર આપી હતી. પરંતુ બેભાન હોવાથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જયાં ડોક્ટરોએ ઇસીજી અને તમામ સારવાર કરી હતી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application