રાજ્યમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકથી મોતના બનાવ સતત વધી રહ્યા છે. ત્યારે સુરતથી હચમચાવે એવા એક સમાચાર સામે આવ્યા છે. સુરતના ગોડાદરા ખાતે આવેલી એક સ્કૂલમાં ધો.8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની અચાનક ચાલુ ક્લાસમાં તબિયત લથઢતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી.
મળતી માહિતી મુજબ,સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી ગીતાંજલિ સ્કૂલમાં ધો.8માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીની તબિયત ચાલુ ક્લાસમાં અચાનક લથડી હતી.વિદ્યાર્થિની બેભાન થઈ જતા શિક્ષકો દ્વારા તેણીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ, હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેણીને મૃત જાહેર કરી હતી.સ્કૂલમાં ચાલુ ક્લાસમાં વિદ્યાર્થિનીના અચાનક મોતથી પરિવારજનો સહિત સ્કૂલ અને સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. જ્યાં વિદ્યાર્થિનીના મોત પાછળનું સાચું કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે કોરોના કાળ પછી નાની ઉંમરમાં અચાનક મોતના બનાવ સતત વધી રહ્યા છે. મંગળવારે અમદાવાદમાં 29 વર્ષના અને સુરતમાં 20 વર્ષના યુવકનું અચાનક મોત થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application