ગાંધીનગર શહેરમાં વસવાટ કરતી અને માઉન્ટ કાર્મેલ શાળામાં ધોરણ-11માં અભ્યાસ કરતી ધ્વની ભુતે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો વિડિયો જોઇ રહી હતી ત્યારે તેણે ઝીયા યાનએ મોબાઇલ ફોનની સ્ક્રીન ઉપર ફાસ્ટેટ ટાઇપીંગનો રેકોર્ડ 3.91 સેન્કડનો પોતાના નામે કર્યો તે જોઇને ધ્વનિએ ફોનની સ્ક્રીન ઓપન કરી હતી અને તમામ આલ્ફાબેટ ટાઇપ કર્યા હતા. જે અંદાજે 5 સેકન્ડનો ટાઇમ થયો હતો. આમ વારંવાર સ્ક્રીન ઉપર આલ્ફાબેટ ટાઇપ કરવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો હતો અને રેકોર્ડની બરાબરી કરવા માટેના પ્રયત્નો ચાલુ કરી દીધા હતા.
ઝીયાએ રોજ અંદાજે 2 થી 4 કલાકની આકરી પ્રેક્ટીસ સતત બે સપ્તાહ સુધી કર્યા બાદ આખરે ટાર્ગેટ ઉપર પહોંચવા માટેની જરૂરી સ્પીડ મેળવી લીધી હતી અને તેણે ઇંગ્લીસના તમામ આલ્ફાબેટ માત્ર 3.87 સેકન્ડમાં મોબાઇલની ટચ સ્ક્રીન ઉપર ટાઇપ કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવીને ગીનીસ બુક ઓફ વર્લ્ડમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આમ, હાલમાં કંપનીમાં ફરજ બજાવતાં શરદભાઇએ પોતાની દિકરીના આત્મવિશ્વાસમાં પણ વધારો કરીને સાથ સહકાર આપ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, આ એવોર્ડથી માત્ર મારૂ સન્માન નથી વધ્યું પરંતુ આત્મવિશ્વાસમાં જે વધારો થયો છે તે ભવિષ્યમાં મને મદદરૂપ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application