Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ચેકપોસ્ટ પાસે આવેલ પોલીસ ચેકિંગ નાકા પાસેથી ચાકરણ નામનો સાપ મળી આવ્યો

  • January 29, 2021 

સોનગઢ ખાતે આવેલ  ચેકપોસ્ટ પાસે પોલીસ ચેકીગ નાકા પાસે એક સાપ નજરે પડતા ત્યાં હાજર પોલીસ કર્મચારી જયેશભાઈ પાટીલે જીવ દયા પ્રેમી રાહુલભાઈ સોનીને કોલ કરીને સ્થળ પર બોલાવ્યો હતો.

 

 

કોલ મળતા રાહુલભાઈ સોની તાત્કાલિક સ્થળ પર પહોંચીને જોયું તો એક ઈજાગ્રસ્ત હાલતમાં ચાકરણ નામનો સાપ મળી આવ્યો હતો. પ્રાથમિક સારવાર કર્યા બાદ સાપ ને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને સોંપવામાં આવ્યો હતો. સામાન્ય રીતે અંધશ્રદ્ધાથી પ્રેરાયને ઘણા ચમત્કારિક ઇલાજમાં ચાકરણનો ઉપયોગ કરતાં હોય છે ત્યારે આવા લેભાગુઓની નજરથી બચાવી વનવિભાગને જાણ કરી સલામત સ્થળે છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application