વલસાડના ખાટકીવાડ વિસ્તારમાં રહેતા શેખ પરિવાર માટે ઉતરાણની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ છે.ખાટકીવાડ વિસ્તારમાં આવેલા ખુશ્બુ એપાર્ટમેન્ટના ટેરેસ પરથી પટકાતા છ વર્ષના બાળકનું મોત થયું હતું. બાળકનું નામ પરવેઝ શેખ હોવાનું જાણવા મળ્યું છે. દીકરાના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો હતો. વલસાડનો આ કિસ્સો માબાપ માટે ચેતવણીરૂપ કિસ્સો છે.
પતંગ ચગાવતી વખતે છ વર્ષીય પરવેઝ ધાબા પરથી નીચે પટકાયો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને ગંભીર હાલતમાં સારવાર માટે વલસાડની કસ્તૂરબા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. તેને પ્રાથમિક સારવાર અપાયા બાદ આઇસીયુ વોર્ડમાં દાખલ કરવાની ફરજ પડી હતી, જ્યાં તેનુ સારવાર દરમિયાન મોત થયું હતું. પરવેઝ અપાર્ટમેન્ટના ટેરેસ પર પતંગ ચગાવી રહ્યો હતો ત્યારે કોઈ રીતે તે નીચે પટકાયો હતો, જેના કારણે લોકો એકઠા થઇ ગયા જતા અને તેને તુરંત હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયામાં જ સુરતમાં પતંગની દોરીના કારણે ગળું ચીરાઈ જવાથી મોપેડ પર જતી યુવતીનું મોત નીપજ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application