Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝર-ઉચ્છલ સ્ટેટ હાઇવે ઉપર અજાણ્યા વાહન અડફેટે દુકાનદારનું મોત

  • March 19, 2023 

નિઝર-ઉચ્છલ સ્ટેટ હાઇવે ઉપર અજાણ્યા વાહન અડફેટે ૫૪ વર્ષીય દુકાનદારનું મોત નિપજ્યું હોવાનો બનાવ નિઝર પોલીસ મથકે નોંધાયો છે.


મળતી માહિતી મુજબ નિઝર-ઉચ્છલ સ્ટેટ હાઇવે ઉપર વેડાપાડા ગામના બસસ્ટેશન નજીક તા.૧૭/૦૩/૨૦૨૩ નારોજ ફરીયાદી જયદિપભાઇ રાજેંદ્રભાઇ પાડવી (ઉ.વ.૩૦)ના પિતા રાજેંદ્રભાઇ રેવાભાઇ પાડવી (ઉ.વ.૫૪) રહે.વેડાપાડા તા.નિઝર નાઓની નિઝર-ઉચ્છલ સ્ટેટ હાઇવે ઉપર રસ્તા નજીક આવેલ પોતાની ચાની દુકાન પાસે વાસણ સાફ કરતા હોય ત્યારે કોઇ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેના શરીરે,ડાબા પગના ભાગે તથા માથાના પાછળના ભાગે ઇજા પહોંચી હતી.



આ અકસ્માતના બનાવમાં રાજેંદ્રભાઇ રેવાભાઇ પાડવીનું સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. બનાવ અંગે જયદિપભાઇ પાડવીએ પોલીસ મથકે ફરિયાદ આપતા નિઝર પોલીસ દ્વારા તા.૧૮/૦૩/૨૦૨૩ નારોજ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application