તમિલનાડુનાં તિરુનવેલીમાં માનવતાને લજવતી ઘટના સામે આવી છે. અહીં દલિત સમુદાયના અનુસૂચિત જાતિના બે યુવકો પર કથિતરૂપે હુમલો કરવા અને તેમને નગ્ન કરી તેમના પર પેશાબ કરવાની હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. આ મામલે કુલ 6 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે, આ મામલે ધરપકડ કરાયેલા તમામ લોકો 21થી 25 વર્ષની વય જૂથના હતા જે ઘટનાના સમયે નશામાં ચૂર હતા. આ તમામ લોકોએ બંને દલિત યુવકોને માર્યા હતા અને તેમને પોતાની જાતિની ઓળખ આપવા મજબૂર કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, 6 લોકોએ જૂથમાં આવીને બંને યુવકોને ઘેરી લીધા હતા અને તેમના પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન આરોપીઓએ તેમના કપડાં ઉતરાવી તેમના પર પેશાબ કર્યો હતો. થાચનાલ્લુર પોલીસે કહ્યું કે, બંને દલિત યુવક થમિરાબરાની નદીમાં નહાઈને પાછા આવી રહ્યા હતા. અમે આ મામલે એસસી/એસટી એટ્રોસિટી એક્ટ અને IPCની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application