જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીના માર્ગદર્શન હેઠળ વલસાડ કાર્યરત ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW) અને કપરાડા વિનયન અને વાણિજય કોલેજ દ્વારા કપરાડા તાલુકામાં દીક્ષલ ગ્રામ પંચાયત ખાતે તા.૨૨-૦૮-૨૦૨૩ના રોજ ‘પંચપ્રકલ્પની નશાબંધી તેમજ કુરિવાજ નીવારણ, દહેજ પ્રથા તેમજ ભ્રુણ હત્યા નિવારણ’ સંદર્ભે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં પ્રોફેસર દિપકભાઈ પટેલ દ્વારા નશા બંધી તેમજ કુરિવાજો વિશે, DHEWના કર્મચારી દ્વારા દહેજ પ્રથા તેમજ ભ્રુણ હત્યા નિવારણ બાબતે, મહિલા લક્ષી યોજનાઓ જેમ કે વ્હાલી દીકરી, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન યોજના, બેટી બચાવો બેટી પઢાવો, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર અભયમ મહિલા હેલ્પલાઈન ૧૮૧ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500