માહિતી વિભાગ દ્વારા ભરૂચ, કલેકટર કચેરીના સભાખડ ખાતે જિલ્લાનાં પ્રભારી સચિવ શાહમીના હુસૈનના અધ્યક્ષપદે સંકલન સમિતિના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમા વિવિધ વિભાગો અંતર્ગત ચાલતી યોજનાની સંબંધિત અમલીકરણ અધિકારીઓ સાથે સમીક્ષા કરી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે ખાતરી કરવા જણાવ્યું હતું.
વધુમાં તેમણે બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને યોજનાકીય લાભો સ્થળ પર જઈને વંચિતોને સરકારશ્રીની યોજનાનો લાભ લેવા પ્રેરિત કરવા માર્ગદર્શિત કર્યા હતા. બેઠકમાં ખાસ કરીને જનજીવનને સ્પર્શતી યોજનાઓ જેવી કે પાણીને લગતી, આવાસને લગતી યોજનાઓ,રોજગારને લગતી યોજનાઓને તથા લોકોના આરોગ્યને સ્પર્શતા પ્રશ્નોને ત્વરિત નિકાલ કરવા પ્રભારી સચિવએ હિમાયત કરી હતી.
આ ઉપરાંત સ્કૂલના બાળકોને પોષણસમ આહાર પૂરો પાડવા તથા તેમણે જંકફુડથી દૂર રાખવા પણ જણાવ્યું હતું.સાથે સાથે જિલ્લામાં વધુમાં વધુમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા સઘન પ્રયાસ થાય તેવી નેમ વ્યકત કરી હતી. ઉકત બેઠકમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પી.આર. જોષી, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ, નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલ સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500