ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા વહીવટીતંત્ર અનેક પગલાં લઇ રહયું છે ત્યારે કોરોના સંદર્ભે જિલ્લામાં ચાલી રહેલ કામગીરીની સમીક્ષા બેઠક કલેકટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે મળી હતી.
બેઠકમાં કલેકટરશ્રીએ ભરૂચ જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોના બેડની વ્યવસ્થા, ઓકસીજનની સગવડતા, દવાનો જથ્થો, ડૉકટર- નર્સીંગ સ્ટાફની જરૂરીઆત, વેન્ટીલેટર, આર.ટી.પી.સી.આર ટેસ્ટ, વેક્સિનેશન જેવી બાબતોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શક સૂચનો કર્યા હતા. કોવિડ-૧૯ની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા નોડલ અધિકારીશ્રીઓને સોંપવામાં આવેલ કામગીરી સુપેરે અદા કરે તેવી ખાસ સૂચના સબંધિત અધિકારીઓને આપી હતી. તેમણે જિલ્લામાં આવેલ તમામ તાલુકાની સ્થિતિ અંગે પણ ઝીણવટભરી ચર્ચા કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયને પણ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500