તાપીમાં જિલ્લા પંચાયત કચેરીના સભાખંડ ખાતે ઇંચા.કલેક્ટરશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ અંગેની સમિક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં ઉત્પાદન-વેચાણ-વ્યવસ્થાપન અંગે તથા પ્રાકૃતિક ખેતીની તાલિમમાં વધુમાં વધુ ખેડૂતો જોડાઇ તથા ખેડુતો દ્વારા ઉત્પાદિત શાકભાજી તેમજ અન્ય પ્રોડક્ટ્સના વેચાણ અર્થે જગ્યા ફાળવણી સંબંધી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રી વી.એન.શાહે દરેક તાલુકાના ખેતી અને બાગાયત વિભાગના અધિકારીઓને લોકો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત ચીજ-વસ્તુઓનો ઉપયોગ કરતા થાય તે માટે વહેલી તકે વેચાણ કેન્દ્રો શરૂ કરવા ખાસ તાકીદ કરી હતી.
પ્રાકૃતિક કૃષિની તાલીમમા વધુમાં વધું ખેડુતો જોડાઇ, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની સંખ્યામાં વધારો થાય અને, પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર તથા એપીએમસીમાં પ્રાકૃતિક કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા અંગે આવશ્યક સૂચનો આપી જરૂરી સુચનો આપ્યા હતા. સરકારના પ્રયાસોથી વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષાય, તે માટે તેઓના ઉત્પાદનનું યોગ્ય વેચાણ અને મૂલ્ય મળી રહે તે માટે ગ્રામ્ય, તાલુકા તેમજ શહેર કક્ષાએ જગ્યાની ફાળવણી કરવામાં આવી રહી છે. આવનારા ટુંક સમયમાં તેઓને જગ્યાની ફાળવણી થઈ જાય તે માટે કલેકટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, તાપી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ તાપી દ્વારા અપાતી તાલિમ અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪માં તાપી જિલ્લાના કુલ ૦૭ તાલુકાના ૧૦ ગ્રામ પંચાયતના ક્લસ્ટર દીઠ પ્રાકૃતિક કૃષિ અંગેની કુલ ૯૦૨ તાલીમમાં ૨૫,૫૦૬ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો વિષે ચર્ચા-વિચારણા કરી પ્રાકૃતિક કૃષિલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500