Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લામાં મોટરકાર વાહનોની વિવિધ સિરીઝમાં પસંદગીના નંબર માટે ફેર હરાજી યોજાશે

  • June 15, 2022 

વલસાડ જિલ્લામાં મોટરીંગ પબ્લીકની સગવડતા હેતુસર મોટરકાર વાહનોની GJ-15-CM, CL,CK,CJ,CH સીરિઝમાં પસંદગીના નંબર માટે ઓનલાઈન ફેર હરાજી કરવામાં આવશે. આ હરાજીમાં ભાગ લેવા માટે અરજદારે તેમના વાહનોનું http/parivahan.gov.in/fancy સાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ હરાજી માટેનું રજીસ્ટ્રેશન ફોર્મ તા.૧૬મી જૂનના રોજ સાંજે ૪.૦૦ વગ્યાથી તા.૧૮મી જૂનના રોજ સાંજે ૪.૦૦ વાગ્યા સુધીમાં ભરવાનું રહેશે. તા.૧૯મી જૂનના રોજ સાંજે ૪.૦૦ વાગ્યાથી તા.૨૦મી જૂનના સાંજે ૪.00 વાગ્યા સુધી હરાજી માટેનુ બિડીંગ ખુલશે.



અરજદારોએ વાહન ખરીદીના ૭ દિવસમાં CNA ફોર્મ ભરેલું હોવું જરૂરી છે. વેલીડ CNA ફોર્મ રજૂ નહીં કરનારને હરાજીમાં નિષ્ફળ જાહેર કરવામાં આવશે. હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના ૫ દિવસમાં નાણાં નહી જમા કરવનાર અરજદારની મૂળ રકમ જપ્ત થશે અને જે તે નંબરની ફરીથી હરાજી કરાશે. ઓનલાઈન હરાજી દરમિયાન અરજદારે RBI દ્વારા નક્કી કરાયેલા ચાર્જ ચૂકવવાના રહેશે. વાહના સેલ લેટરમાં સેલ તારીખથી નિયમ મુજબની સમયમર્યાદામાં કરેલી અરજીઓ જ માન્ય ગણાશે. ત્યારબાદ કરેલી અરજીઓ રદ્દ કરવામાં આવશે,એમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application