Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણમાંથી ગ્રામજનોએ સરકારી અનાજ સગેવગે કરવાનું રેકેટ ઝડપી પાડ્યું, તંત્ર ઉંઘતું ઝડપાયું

  • July 01, 2021 

ડોલવણ વિસ્તારમાં સરકારી અનાજના દુકાનદાર દ્વારા અનાજ સગેવગે કરવા જતા ગ્રામજનોએ અટકાવી અધિકારીઓને જાણ કરી હતી.જોકે સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ ચાલી રહી છે.

 

 

 

 

ડોલવણના ટાકીઆંબા ગામમા સસ્તા અનાજની દુકાન ચલાવતા જયસિંહભાઈ બાબુભાઈ કોકણીએ ટેમ્પો નંબર જીજે/19/વી/1336 માં સસ્તા અનાજનો જથ્થો લઇ ગામની સીમમાંથી પસાર થવા અંગેની માહિતી ગ્રામજનો પૈકી અમુક ઈસમોને થતાં ટોળાએ ટેમ્પો અટકાવ્યો હતો, જોતજોતામાં ગ્રામજનોનું મોટું ટોળુ ઘટના સ્થળ પર ભેગુ થઇ ગયું હતું,દરમિયાન ટેમ્પો ચાલક ભાગવાની કોશિશ કરી હતી પરંતુ અંતે ગ્રામજનોએ તેને પકડી પાડયો હતો.

 

 

 

 

આ બાબતની જાણ ડોલવણ પોલીસ અને મામલતદારને કરી હતી. મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફરિયાદ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અધિકારીઓ સસ્તા અનાજની દુકાન માંથી આશરે 4.65 લાખથી વધુનો અનાજ નો સીઝ કર્યો હતો જયારે ટેમ્પોમાંથી મળી આવેલ 68 હજારનું અનાજ અને ટેમ્પો મળી કુલ રૂ.7 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો.

 

 

 

 

સરકાર દ્વારા જે અનાજ આપવામાં આવે ત્યારે વિતરણ વ્યવસ્થા કરતી વખતે કુટુંબદીઢ અનાજ ઓછું આપતા હોવા અંગે રોષ હતો જેને લીધે ગ્રામજનોએ પગલું ભર્યું હતું.કુટુંબ દીઢ મળતું રેશનિંગ અનાજ કુપનમાં હોય એના કરતાં ઓછું આપતા હોવાથી ગ્રામજનોએ પગલું ભર્યું હતું.સુત્રો અનુસાર સમગ્ર પ્રકરણમાં દુકાનદારની ભૂમિકા હોય કાળાબજાર ખુલ્લે આમ થતું હોવા છતાં અધિકારીઓ દ્વારા કાર્યવાહી ન થતા આખરે ગ્રામજનોએ ગોરખધંધા કરનારને રંગે હાથ ઝડપી પાડ્યો હોય પડદા પાછળના મોટા માથાઓના નામ ખુલશે કે નહીં તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application