Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Raid : ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો, જયારે ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા

  • June 06, 2023 

અમદાવાદનાં એક્સપ્રેસ હાઈવે પરથી ત્રણ કિલો ગાંજો ઝડપાયાની ઘટના સામે આવી છે. ત્યારે આજે કપાસની ગાંસડીની આડમાં ગોડાઉન તથા ટ્રકની અંદર રાખેલ વિદેશી દારૂનો એલસીબી ઝોન-1 દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદમાં આગામી રથયાત્રાને લઈને પોલીસનું કડક ચેકિંગ ચાલી રહ્યું છે. શહેરમાં કોઈપણ ગુનેગાર કે બુટલેગર દારૂ કે ડ્રગ્સની હેરાફેરી કરતા હોય તેમની પર નજર રાખવા સૂચનાઓ આપી દેવાઈ છે.


ત્યારે શહેરમાં ઝોન-1 એલ.સી.બી.નાં કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતાં. તે દરમિયાન તેમને વિદેશી દારૂના જથ્થા અંગેની બાતમી મળી હતી. બાતમીને આધારે ગોતામાં વિસત એસ્ટેટમાં સ્થિત જય અંબે ગ્રેનાઈટ માર્બલ કંપાઉન્ડ ખાતે રેઈડ કરી હતી. આ રેઈડ દરમિયાન કપાસની ગાંસડીની આડમાં ગોડાઉનમાં છુપાવીને રાખેલો ભારતીય બનાવટના વિદેશી દારૂની 8376 બોટલો મળી હતી. જેની કિંમત રૂપિયા 23.92 લાખ થાય છે.


એલ.સી.બી.નાં કર્મચારીઓએ દારૂની બોટલો સહિત 10 લાખની કિંમતનો ટ્રક, ખોટી નંબર પ્લેટ લગાવેલી ઈકો ગાડી મળીને કુલ 35.42 લાખનો મુ્દ્દામાલ કબજે કર્યો હતો. તે ઉપરાંત ત્રણ વોન્ટેડ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ટ્રકનો ચાલક, વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર તથા ગોડાઉન રાખનાર, ગ્રેનાઈટ માર્બલના ગોડાઉનનો કબ્જો ધરાવનાર તથા વિદેશી દારૂનો જથ્થો લેવા આવનાર ઈકો ગાડીનાં ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News