Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લાનાં ખેડૂતો માટે “કેરીની વિવિધ જાતોનું પ્રદર્શન અને પરિસંવાદ” કાર્યક્રમનું આયોજન કરાયું

  • June 15, 2022 

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પોલીટેકનીક ઈન હોર્ટીકલ્ચર, કૃષિ પ્રયોગિક કેન્દ્ર, પરિયા ખાતે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, વલસાડ તથા નવસારી કૃષિ યુનીવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તા.૧૩મી જૂનના રોજ વલસાડ જિલ્લાના ખેડૂતો માટે “કેરીની વિવિધ જાતોનું પ્રદર્શન અને પરિસંવાદ”નું આયોજન કરાયં હતુ. જે અંતર્ગત કૃષિ પ્રયોગિક કેન્દ્ર ખાતે ઉપલબ્ધ આંબાની ૧૮૦ જાતો પૈકી આશરે ૮૦ જેટલી વિવિધ જાતોની કેરીના ફળોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.



આ કાર્યક્રમ અંતર્ગત નવસારી કૃષિ યુનિવર્સીટીના કુલપતિ ડૉ.ઝેડ.પી.પટેલ, કૃષિ પ્રાયોગિક કેન્દ્ર પરિયાના સંશોધક વૈજ્ઞાનિક, ડૉ.ડી.કે.શર્મા અને નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા આંબાની વીજ્ઞાનિક ખેતી, રોગ જિવાત નિયંત્રણ તથા આંબાવાડીમાં છાંટણી, માવજત અને ખાતર વ્યવસ્થાપન વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાના ૧૩૪ જેટલા ખેડૂતો, સેંટર ઓફ એક્સેલન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેન્ગો, ચણવઈના પ્રોજેક્ટ ઓફિસર, નાયબ બાગાયત નિયામકશ્રી, તાલુકા બાગાયત અધિકારીઓ અને કૃષિ પ્રાયોગિક કેન્દ્રના વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application