Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

'વિશ્વ પુસ્તક દિન' નિમિત્તે ચૂંટણીને લગતા ગ્રંથોની શોભાયાત્રા અને ગ્રંથ પ્રદર્શન દ્વારા અચૂક મતદાનનો સંદેશો અપાયો

  • April 24, 2024 

ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ વખતના યુવા મતદારો દ્વારા હાથમાં ચૂંટણીને લગતા ગ્રંથો, બેનર અને પોસ્ટર્સ લઈ 'મતદાન જાગૃતિ' રેલી યોજાઈ, મહત્તમ મતદાન થાય તે હેતુથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનોખી રીતે મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન અમદાવાદ જિલ્લામાં આગામી તા.7મી મે, 2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને 'મતદાન જાગૃતિ' અન્વયે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. 'વિશ્વ પુસ્તક દિન' નિમિત્તે ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ વખતના યુવા મતદારો દ્વારા ચૂંટણીને લગતા ગ્રંથોને લઈ શોભાયાત્રા યોજાઈ હતી. આ ઉપરાંત ગ્રંથ પ્રદર્શન પણ યોજાયું હતું. યુવા મતદારોએ આ પ્રકારના અનોખા કાર્યક્રમ થકી યુવાનો અને નાગરિકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવા પ્રયાસ કર્યો હતો.



'વિશ્વ પુસ્તક દિન' નિમિત્તે 'મતદાન જાગૃતિ' અંગે યોજાયેલ ચૂંટણીને લગતા ગ્રંથોની શોભાયાત્રા તેમજ ગ્રંથ પ્રદર્શનમાં ભારતના બંધારણની પ્રતિકૃતિ, The Electoral Process, Election & Electoral Reforms In India Election & Voters, The City Voters In India, Elections In India : A Data Handbook On Loksabha Election (1952 to 1980), Three General Elections In Gujarat, Elections In India જેવા અનેક વિવિધ ગ્રંથોનો સમાવેશ કરાયો હતો. આ ઉપરાંત પ્રથમ વખતના યુવા મતદારોએ હાથમાં મતદાન જાગૃતિના વિવિધ બેનર અને પોસ્ટર્સ સાથે 'વોટ ફોર સ્યોર', 'ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ' જેવાં વિવિધ સૂત્રો પોકારીને નાગરિકોને દેશહિતમાં અચૂક મતદાન કરવાની અપીલ કરી હતી. આ રેલી ગુજરાત યુનિવર્સિટીથી નીકળીને દાદાસાહેબનાં પગલાં ચાર રસ્તા, સેપ્ટ યુનિવર્સિટી, એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ, પીઆરએલના રસ્તા પર ફરી હતી. આ રેલી થકી યુવાનોને દેશહિતમાં મતદાન કરવાની અપીલ કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે દિશામાં જિલ્લા ચૂંટણી તંત્ર સતત કાર્યરત રહી અવનવા કાર્યક્રમ યોજે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application