Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુસ્લિમ વિરોધી ચર્ચા કરવી પડી ભારે,એક ખાનગી ન્યૂઝ ચેનલને થયો ૫૦,૦૦૦નો દંડ

  • October 27, 2022 

મુસ્લિમ ધર્મને માનનારાઓની ધાર્મિક લાગણીઓ ધુભાઈ હોય તેવી આપણે અનેક વાર ઘટના જોઈ હશે અને જેમાં અનેક વાદ વિવાદ પણ આપણે આજ દિન સુધી જોતા આવ્યા છે સાથે મારા મરીની ઘટના હોય કે પછી હત્યા કે પછી હિંદુ - મુસ્લિમ કોમી રમખાણો આવી અનેક ઘટના ભુતકાળમાં આપણી દરેકની સમક્ષ આવી ચુકી છે,જ્યાં કેટલાકની સામે કાયદાકીય લડાઈ પણ થઇ છે તો કેટલાકની સામે આંદોલન પણ થયા છે ?



ત્યારે હાલ આવીજ એક મુસ્લિમ સમાજની ધર્મિક લાગણી ધુભાઈ હોય એવી શર્મસાર ઘટના સામે આવી અને એ પણ આપણા ભારત દેશની ચોથી જાગીર એવી પત્રકારિતા માંથી આવી ઘટના સામે આવતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. જી હા આપણે વાત કરી રહ્યા છે ન્યૂઝ અને સમાચારની દુનિયામાં અગ્રસ્થાને રહેનાર અને ભારત સહીત વિશ્વમાં જાણીતી એવી News 18 India દ્વારા હિજાબ પહેરનાર ને ટેકો આપતા વ્યક્તિઓને અલ - કાયદા સાથે જોડીને ચર્ચા કરવામાં આવતા News 18 India ને રૂપિયા ૫૦,૦૦૦ હજારનો દંડ કરતા સમગ્ર દેશની મીડયા જગતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.



ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ એન્ડ ડિજિટલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી કર્ણાટકે હિજાબ ને લઈને એક ન્યૂઝ કવરેજ કરવા મામલે ભારતના ધનવાન ઉદ્યોગ પતિ એવા અંબાણી સાહેબ ની ન્યૂઝ ચેનલ એટલે ન્યૂઝ18 ને રૂપિયા 50,000 નો મોટો દંડ ફટકાર્યો છે. જ્યાં આ સમગ્ર ડીબેટને લઈને ચેનલના એક ન્યૂઝ એન્કર એવા અમન ચુરાએ સમગ્ર ચર્ચા ને એક અલગજ રંગ આપી દઈને અને સાથે હાલ ચાલી રહેલા દેશમાં ગભીર મુદાને એટલે હિજાબના મુદ્દાને લઈને એક નવો વિવાદને ઉભો કરી દીધો હોય તેમ હિજાબ ને સમર્થન કરતા ચર્ચામાં બેઠેલા સભ્યોની તુલના અલ-કાયદા સાથે કરી ને એક નવા વિવાદને જન્મ આપતા ભારતના ધનવાન ઉદ્યોગ પતિ એવા અંબાણી સાહેબ ની ન્યૂઝ ચેનલ એટલે ન્યૂઝ18 ને રૂપિયા 50,000 નો દંડ ફટકાર્યો હતો.




NBDSA દ્વારા ન્યૂઝ 18 ને પોતાની website અને સાથે તમામ સોશિયલ માધ્યમ ઉપર થી 7 દિવસની અંદર આ અપમાનજનક ચર્ચાને નો વિડિયો હટાવી લેવાનું પણ હુકમ કર્યો છે.વધુમાં ઠપકો આપતા ન્યૂઝ18 ઈન્ડિયા દ્વારા આ ચર્ચાને ૭ દિવસમાં છેલ્લા માં છેલ્લા આવા દરેક ન્યૂઝ કન્ટેન્ટને દરેક પ્લેટફોર્મ ઉપર થી આ વિવાદિત ચર્ચાને દૂર કરવા માટે વિશેષ સૂચના પણ આપવામાં આવી હતી. અને સાથે ઓથોરિટી દ્વારા ન્યૂઝ 18 ને તેમના બેફામ બફાટ કરતા ન્યૂઝ એન્કર એવા"અમન ચોપરા" ને આ અતિ સંવેદનશીલ મુદ્દાઓ ઉપર કેમ બેસીને ચર્ચા કેવી અને કઈ રીતે કરવી તેની અંગેની દરેક તાલીમ પણ આપવાની મોટી સલાહ આપવામાં આવી હતી અને સાથો સાથ એક ચેતવણીના ભાગ રૂપે સલાહ આપી હતી કે જો ભવિષ્યના આ નો ઉલ્લંઘન જેવી સ્થિતિની નિર્માણ થશે તો બિન્દાસ બફાટ કરતા ન્યૂઝ18 ઈન્ડિયાના એન્કર ચોપરાને NBDSA સમક્ષ પોતાની જાતને રજૂ કરવાની જરૂર પણ પડશે.ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ એન્ડ ડિજિટલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ હિજાબને ટેકો આપતા વ્યક્તિઓને અલ કાયદા સાથે જોડતી ચર્ચા કરવામાં આવી હતી જે માટે ન્યૂઝ18 ઈન્ડિયાને અવગણ્યું છે અને સાથે ચેનલ ઉપર રૂપિયા 50,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application