ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં મોંઘીદાટ કાર એક લાઈનમાં ઊભી રાખીને પૂરપાટ ઝડપે ઓવરટેક કરીને બેદરકારીપૂર્વક વાહન ચલાવીને અકસ્માતનો ભય પેદા થાય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો. જેને લઇને વીડિયોનાં આધારે બી-ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન ફોરચ્યુનર કારનો માલિક મોહમદ યાસીન શેખ દાણીલીમડાનો હોવાનું જાણવા મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, યાસીન શેખનો 19 વર્ષીય પુત્ર મોહમ્મદ સાજેમાન શેખ કાર લઈને તેના મિત્રો સાથે રીલ બનાવવા માટે ગુજરાત યુનિવર્સિટી કમ્પાઉન્ડમાં કાર એક લાઈનમાં ચલાવીને સ્ટંટ બાજી કરતો હતો.
ટ્રાફિક પોલીસે મોહમ્મદ સાજેમાન શેખની ધરપકડ કરી હતી. તે ઉપરાંત જે કારમાં વિડિયો બનાવ્યો હતો તે કાર પણ જપ્ત કરી હતી. હવે આ કેસમાં બી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં વધુ બે નબીરાઓ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે અમદાવાદના પ્રાજ્ઞ ગાંધી અને રાજવીર પંડ્યા સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બંને જણાએ ગુજરાત યુનિવર્સિટી પાસે ચાર પાંચ ગાડીઓ એક હરોળમાં ચલાવીને બીજી ગાડીઓને ઓવરટેક નહીં કરવા દઈ ગફલતભર્યું ડ્રાઈવિંગ કર્યું હતું. તે ઉપરાંત ગાડીની ખાલી સાઈડની બારીની બહાર નીકળી સ્ટંટ કરીને સોશીયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો હતો. પોલીસે બંને સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application