મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝર તાલુકાનાં બોરદા ગામની એક મહિલાના ઘરમાં ઘુસી છેડતી કરનાર ઈસમ વિરુદ્ધ મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. મળતી માહિતી મુજબ, નિઝર તાલુકાનાં બોરદા ગામનાં નિશાળ ફળિયામાં રહેતી અશ્વિનીબેન સંદીપભાઈ વળવી (ઉ.વ.29) પોતાની દિકરીને જમાડતી હતી. તે દરમિયાન હિરેન્દ્રભાઈ પ્રવીણભાઈ પાડવી (રહે.બોરદા ગામ, ટાંકી ફળિયું, નિઝર)નાઓ તારીખ 13/09/2023નાં રોજ અશ્વિનીબેનના ઓટલાનો દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કરી તેમની દિકરીને, ‘દીદી શું કરે છે’ તેમ પૂછી અશ્વિનીબેનનો જમણો હાથ પકડી તું મારી સાથે આવવાની છે કે કેમ અને તું મારી સાથે નહિ આવે તો હું તને જાનથી મારી નાંખીશ તેમ કહેતા અશ્વિનીબેનએ હિરેન્દ્રભાઈને ધક્કો મારી પોતાની ઘરની બહાર નીકળી બુમાબુમ કરી હતી જે બુમાબુમ કરતા હિરેન્દ્રભાઈ ઘરની બહાર નીકળી ભાગી છુટ્યો હતો. બનાવ અંગે અશ્વિનીબેન વળવી નાએ તારીખ 14/09/2023નાં રોજ નિઝર પોલીસ મથકમાં હિરેન્દ્રભાઈ પાડવીના વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application