Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાપોદ્રામાં દબાણ હટાવવા માટે ગયેલી પાલિકાની ટીમ પર પથ્થરમારો થતાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાઈ

  • January 03, 2022 

કાપોદ્રામાં દબાણ હટાવવા માટે ગયેલી મનપાની ટીમ પર શનિવારે પથ્થરમારો કર્યો હતો જેમાં 1 લેબદાર લોહી લુહાણ થયો હતો તેમજ હુમલામાં સરકારી ટેમ્પાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. કાપોદ્રા પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, વરાછા ઝોન-એમાં કોર્પોર્રટર કુંદનબેન કોઠિયાએ ફોનથી જાણ કરી હતી કે, શ્રીરામ નગર વસાહત રોડ પર દબાણ છે તે દુર કરાવો આવી ફરિયાદના આધારે વરાછા ઝોન એના દબાણ ખાતાના સુપરવાઇઝર ઇજનેર રાહુલ મોતીભાઈ પટેલ સ્ટાફ સાથે સરકારી વાહન લઈને શ્રીરામ નગર વસાહત ગયા હતા. ત્યાં રોડ પર ઇંડાની 2 લારીવાળાઓએ દબાણ કર્યું હતું જોકે 1 લારી કોર્પોરેશનના સ્ટાફે સરકારી ટેમ્પોમાં ચઢાવી દીધી હતી.જ્યારે બીજી લારીવાળો લારી લઈને ભાગી રહ્યો હતો ત્યારે ઇજનેર રાહુલ પટેલ સ્ટાફ સાથે લારીવાળા પાછળ ભાગ્યા હતા. તે સમયે 4 અજાણ્યાઓએ ટેમ્પોમાં સ્ટાફે જે લારીઓ ચઢાવી હતી તે લારીઓ જબરજસ્તી છોડાવવા માટે બેલદાર સાથે ઝઘડો કર્યો હતો. સરકારી ટેમ્પોનો ડાબી બાજુનો સાઇડ ગ્લાસ તોડી નાખ્યો હતો. તેમજ બોનેટ પર લાકડા મારી નુકસાન પહોંચાડ્યું હતું. દરમિયાન ટોળામાંથી કોઈએ પથ્થરનો ઘા મારતા બેલદાર ગોવિંદ દેવજીભાઈ ગીલાતરને મોઢા પર પથ્થર વાગ્યો હતો. તે લોહીલુહાણ થઈ બેભાન થયો હતો. સ્ટાફના લોકો ઇજાગ્રસ્ત ગોવિંદ ગીલાતરને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં હોઠ પર બે ટાંકા લેવા પડ્યા હતા. બનાવ અંગે બીજા દિવસે ઈજનેર રાહુલે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application