Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના વેપારીએ મંગાવેલા મહુડાના ફુલ ભરેલ પીકઅપ ટેમ્પો ઝડપાયો,કુલ રૂપિયા 3.98 લાખનો મુદ્દામાલ જપ્ત

  • March 04, 2021 

સોનગઢના વેપારીએ મંગાવેલા મહુડાના ફૂલ ભરેલો એક પીકઅપ ટેમ્પો સાથે એક શખ્સને ઝડપી પાડી જીલ્લા એલસીબી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે 2 અપરાધીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

 

 

 

 

 

મળતી માહિતી અનુસાર જીલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે આજરોજ 12:30 કલાકના અરસામાં વ્યારા તાલુકાના કટાસવાણ ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 53 (વ્યારા બાય પાસ રોડ) પર શિવ-શક્તિ ઓટો ગેરેજ સામેથી મહિન્દ્રા કંપનીનો મેક્સ પીકઅપ ટેમ્પો નંબર જીજે/06/ડબ્લ્યુ/8404 ને ઝડપી પાડી ટેમ્પોના ચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ મહેશભાઈ બાલુભાઈ નાયક રહે,ઠલકી ડુંગરી ફળીયું તા.પાવી જેતપુર જી.છોટાઉદેપુર નો હોવાનું જણાવ્યું હતું.

 

 

 

 

સોનગઢ ખાતે આવેલ રામ લખન પ્રોવીઝન સ્ટોરનો વેપારી વોન્ટેડ 

એલસીબી પોલીસની તપાસમાં ટેમ્પોમાંથી વગર પાસ પરમીટે લઈ જવાતો મહુડાના ફુલ ભરેલ કુલ વજન 2400 કિ.ગ્રાના કુલ 60 કંતાનના કોથળા મળી આવ્યા હતા. પોલીસની વધુ તપાસમાં દિપકકુમાર ભવાનીશંકર મહેશ્વરી રહે,એપીએમસી માર્કેટ યાર્ડ,હાઈવે રોડ તા.પાવી જેતપુર જી.છોટાઉદેપુર નાએ મહુડાના ફૂલ ટેમ્પોમાં ભરી આપી સોનગઢ ખાતે આવેલ રામ લખન પ્રોવીઝન સ્ટોરના વેપારીને પહોંચાડવાનો હોવાનું જીલ્લા એલસીબી પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું. જોકે બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

 

 

 

 

 

બનાવ અંગે હેડકોન્સ્ટેબલની ફરિયાદના આધારે મહુડાના ફૂલ કિંમત રૂપિયા 48 હજાર, પીકઅપ ટેમ્પોની કિંમત રૂપિયા 3.50 લાખ મળી કુલ રૂપિયા 3.98 લાખ (ત્રણ લાખ અઠ્ઠાણું હજાર) નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી 2 વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application