વલસાડનાં દુલસાડ ગામમાં એક ટેમ્પામાં સૂકા ઘાસનાં પુડિયા ભરી વાડી નજીક પાર્ક કરી ટેમ્પો ચાલક ઉભો હતો. તે દરમિયાન ટેમ્પા ઉપરથી પસાર થતી વીજ લાઈનનાં તારમાંથી તણખલા સૂકા ઘાસ ઉપર પડયા હતા. જેને લઈને ટેમ્પોમાં જોતજોતામાં આગ ભભૂકી ઉઠી હતી. જોકે ટેમ્પોમાંથી ધુમાડો નીકળતા જોઈ ટેમ્પો ચાલકે ટેમ્પોમાં ચેક કરતા ઘાંસ સળગી રહ્યું હતું. જયારે ટેમ્પો ચાલકે આજુ-બાજુમાં રહેતા સ્થાનિક લોકો અને વલસાડ અને ધરમપુર ફાયર બ્રિગેડની ટીમનો મદદ લઈને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. મળતી માહિતી અનુસાર, વલસાડનાં દુલસાડ ખાતે આવેલી એક વાડી નજીક ઘાંસ ભરી એક ટેમ્પો ઉભો હતો. ટેમ્પો ચાલક કોઈક વ્યક્તિની રાહ જોઈ રહ્યો હતો. તેટલામાં ટેમ્પા ઉપરથી પસાર થતી વીજ કંપનીનો લાઈનમાંથી ધકડા સાથે અવાજ આવતા વીજ લાઈનમાંથી તણખલા પડયા હતા.
જોકે ટેમ્પોમાં ભરેલા સૂકા ઘાસમાં તણખલા પડતા ધીમે ધીમે ટેમ્પોમાંથી ધૂમાળો નીકળવા લાગતા ટેમ્પો ચાલકે ચેક કરતા ટેમ્પોમાં ભરેલા ઘાંસમાં આગ લાગેલી જોઈને વાડીની નજીક રહેતા માણસોની મદદ લઈને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાની જાણ વીજ કંપની અને ધરમપુર અને વલસાડ ફાયર ફાઈટરની ટીમને કરી હતી. ધરમપુર અને વલસાડ નગર પાલિકાની ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. વીજ કંપનીનાં કર્મચારીઓને જાણ કરી વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો. વલસાડ અને ધરમપુર ફાયર ફાઈટરની ટીમે ટેમ્પમાં ભરેલા સૂકા ઘાંસમાં લાગેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application