સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવા ડાંગ ખાતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચાલતી સ્કીમ Student Startup & Innovation Policy હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪મા કોલેજને અનુદાન આપવામા આવેલ છે. જે અંતર્ગત SSIP સમિતિ દ્વારા કોલેજના આચાર્યના ડો.યુ.કે.ગાંગુર્ડેએ અધ્યક્ષતામા 'સ્ટાર્ટઅપ વિકાસ માટે વાતાવરણ નિર્મિતિ’ થીમ ઉપર એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમા ડાંગના સફેદ મુસળીની ખેતી કરનાર સફળ ખેડૂત જયેશભાઈ મોકાશીએ સફેદ મુસળીની ખેતી પર પોતાનુ વક્તવ્ય રજુ કરી તેમજ પોતાના અનુભવો જણાવ્યા હતા.
EDII સંસ્થા વતી નિલેશભાઈ ભિવસન દ્વારા ડાંગ જિલ્લામા ઔદ્યોગિક સાહસિકતા અને મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ (SHG) વિશેની માહિતી આપી સાથે કોલેજના નવયુવાનો અને યુવતીઓ પોતાની રોજગારીની તકો કઈ રીતે ઊભી કરી શકે જે અંગે જાણકારી આપી હતી. આગાખાન સંસ્થાના પ્રતિનીધી જગદીશભાઇ ગાયકવાડે યુવા જંકશન (YUVA JUNCTION) યોજનામા યુવાઓ જોડાઈને ટ્રેનિંગ, કોઉન્સેલિંગ અને પ્લેસમેન્ટ થકી ઉદ્યોગ સાહસિકતા કેળવી શકે જે અંગેની માહિતી આપી હતી. કોલેજના આચાર્ય ડૉ. યુ.કે.ગાંગુર્ડે દ્વારા વિદ્યાર્થીઓને સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન વિશે માહિતગાર થાય તથા વિધ્યાર્થીઓ રહેલ શારીરિક અને માનસિક કુશળતાનો વિકાસ થાય તે હેતુ સર માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ. તેમજ વિદ્યાર્થીઓ નવયુવાનો અને યુવતીઓ કોલેજના નામથી સંગઠન બનાવીને સાહસિકતાનો પ્રયાસ કરે તે માટે આચાર્યશ્રીએ આહવાન કર્યું હતુ. આ કાર્યક્રમમા કોલેજ અધ્યાપકશ્રીઓ અને (B.A./B.Com)ના ૯૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application