Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ ખાતે મહિલાઓને રક્ષણ આપતા કાયદાઓ અંગેની એક દિવસીય શિબિર યોજાઈ

  • February 14, 2023 

ઉચ્છલની તાલુકા શાળા ખાતે આજરોજ ૧૦૦ દિવસની કામગીરી અંતર્ગત કિશોરીઓને કાયદાકીય,કાર્યસ્થળે જાતીય સતામણી, બાળલગ્ન અને મહિલાઓને રક્ષણ આપતા કાયદાઓ અંગેની એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.



આ શિબિરમાં ઉપસ્થિત ગુજરાત રાજ્ય મહિલા આયોગ-ગાંધીનગર સંચાલિત નારી અદાલતના જ્યોતિબેન ચૌધરી-ઉચ્છલ તાલુકાના કો-ડીનેટર દ્વારા કાયદાકીય, જાતીયસતામણી તેમજ બાળલગ્ન ન કરવા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.તેમજ ઉચ્છલ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસના ક્ષય વિભાગમાંથી આવેલા શ્રીમતી નીતુબેન કટારીયા દ્વારા ક્ષય રોગના લક્ષણો, નિદાન, સારવાર અને અટકાયતી પગલા વિશે માહિતી આપવામાં આવી હતી તથા આઇસીડીએસના મુખ્ય સેવિકા, બ્લોક કો-ડીનેટર એનએનએમ ઉપસ્થિત રહી કિશોરીઓને સંગીત, ખુરશી, મહેંદી સ્પર્ધા, રંગોલી હરીફાઈ જેવી સ્પર્ધા રાખવામાં આવી તેમજ તમામ કિશોરીઓ શાળાઓ પુનઃ પ્રવેશ કરી શિક્ષણનું સ્તર ઊંચું મેળવે જેવા વિષયો મુદ્દે માહિતીગાર કરવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application