અમદાવાદ IPS મેસમાં યોજાયેલ સ્નેહ મિલન સમારોહમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા છે. દર વર્ષે નવ વર્ષ નિમિત્તે IPS મેસ ખાતે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે. ત્યારે સમારોહમાં રાજ્યના DGP વિકાસ સહાય સહિત અમદાવાદ અને ગાંધીનગરનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવ વર્ષ નિમિતે મુખ્યમંત્રીએ પોતાનું વક્તવ્ય અલગ અંદાજમાં શરૂ કરતા કહ્યું કે નવા વર્ષના દિવસે પણ લોકોએ સંભાળવું પડે છે. કાર્યક્રમમાં બદલાવ લવવાની જરૂરિયત છે. વધુમાં તેઓ એ જણાવ્યું હતું કે લોકોમાં અલગ જ પ્રકારની રાષ્ટ્ર ચેતના ઉદભવી છે. જેને લઇ ટેકસની પણ વિક્રમી આવક થઈ રહી છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યુ છે. તેમ નવા વર્ષે પણ વિકાસમાં ગુજરાતનું યોગદાન રહે તેમ મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી.
અમદાવાદ IPS મેસમાં નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમ યોજાયો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર સહિતના તમામ અધિકારીઓ ઉપસ્થિત છે. મુખ્યમંત્રીએ પોલીસ પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500