કોલસાના ઉત્પાદન મામલે શ્રેષ્ઠ કહેવાતા ઝારખંડમાં નવો કોલસાનો ભંડાર મળી આવ્યો છે. જો બધુ બરાબર હશે તો ટુંક સમયમાં ખાણમાંથી કોલસાનું ઉત્પાદન કરાશે. રામગઢ જિલ્લામાં આવેલ સીસીએલ રજરપ્પા એરિયામાં નવી કોલસાની ખાણ મલી આવી છે. CMPDI દ્વારા રજરપ્પા ક્ષેત્રના વિવિધ ભાગોમાં ડ્રિલિંગની કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે ડ્રિલિંગ દરમિયાન પુષ્કળ કોલસાનો ભંડાર મળી આવતા ઝારખંડને નવું વરદાન મળ્યું છે.
સીસીએલ રજરપ્પા ક્ષેત્રના જનરલ મેનેજર અને સત્તાવાર અધિકારી પી.એન.યાદવ દ્વારા નવી કોલસાની ખાણ મળી હોવાની પુષ્ટી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, નવી કોલસાની ખાણ મળ્યા બાદ આગામી ત્રણથી પાંચ વર્ષ સુધી કોલસાનું ઉત્પાદન સુનિશ્ચિત થઈ જશે... ડીએલએફ, સેક્શન 1, સેક્શન 2 સબ સ્ટેશનમાં ડ્રિલિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યાં કોલસો હોવાની જાણ થઈ છે. તેમણે કહ્યું કે, પ્રાથમિક અંદાજ મુજબ આગામી ત્રણથી પાંચ વર્ષ સુધી આ કોલસાનું ઉત્પાદન થઈ શકશે.
તેમણે કહ્યું કે, નવી કોલસાની ખાણ મળ્યા બાદ સીસીએલ રજરપ્પા પ્રોજેક્ટ ઉત્પાદનમાં તેમજ ડિસ્પૈચ અને રૈક લોડિંગમાં આત્મનિર્ભર બની શકશે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા ઘણા વર્ષોની રજરપ્પા પ્રોજેક્ટ કોલસાની અછત સામે ઝઝુમી રહ્યો છે, આવી સ્થિતિમાં નવો કોલસાનો ભંડાર મળી આવતા રજરપ્પા ક્ષેત્રને સંજીવની મળી છે. તાજેતરના અહેવાલો મુજબ માત્ર ડ્રિલિંગથી કોલસાનો ભંડાર હોવાની જાણ થઈ છે. પ્રોજેક્ટ ખોલવા હાલ સત્તાવાર પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ પ્રક્રિયા હેઠળ ગ્રામ સભા યોજાશે, ઉપરાંત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ મંજુરી મેળવાશે, ત્યારબાદ કોલસાનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500