બીઆરસી કો-ઓર્ડિનેટર મિતેશ પટેલે દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્મદિવસે ૨૪૦૦ વૃક્ષ રોપવાનો સંકલ્પ લીધો રેલ, ભૂકંપ અને વાવાઝોડુ આવે ત્યારે શું શું તકેદારી રાખવી તેમજ ફર્સ્ટ એઈડની કામગીરી કેવી રીતે કરવી તે અંગે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને માર્ગદર્શન આપતો કાર્યક્રમ વલસાડ તાલુકાના સેગવા ગામની પ્રાથમિક શાળામાં યોજાયો હતો. જેમાં એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેકટીકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ વલસાડના બીઆરસી કો-ઓર્ડિનેટર મિતેશભાઈ એન.પટેલના જન્મ દિવસ નિમિત્તે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો. એન.ડી.આર.એફ.ની ટીમના ઈન્સ્પેકટર દીપકભાઈ બાબુએ કુદરતી આપત્તિ સમયે પોતાનો જીવ કેવી રીતે બચાવવો તેમજ કેવી રીતે લોકોને મદદરૂપ થવુ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ સિવાય રેલ આવે ત્યારે શુ સાવચેતી રાખવી તેની માહિતી આપી હતી. પર્યાવરણની જાળવણી માટે પોતાના જન્મ દિવસને અનોખી રીતે ઉજવતા બીઆરસી કો-ઓર્ડિનેટર મિતેશભાઈ પટેલે જણાવ્યું કે, વૃક્ષોનું જતન કરવુ ખૂબ જ જરૂરી બન્યુ છે. વર્તમાન સમયમાં કલાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે પર્યાવરણનું સંતુલન ખોરવાઈ રહ્યું છે. જેથી વધુમાં વધુ વૃક્ષારોપણ કરવુ જોઈએ. વધુમાં તેમણે બાળકો અને શિક્ષકોને પણ પોતાના જન્મ દિવસે કેક કાપવાને બદલે વૃક્ષારોપણ કરી જન્મ દિવસની ઉજવણી કરવા માટે અપીલ કરી હતી. બાદમાં તેમણે બાળકોને બોલપેન અને ચોકલેટનું વિતરણ કર્યું હતું. વલસાડ તાલુકાને લીલોછમ રાખવા માટે બીઆરસી કો-ઓર્ડિનેટર મિતેશભાઈ પટેલ પોતાના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ કરે છે. જે મુજબ ચાલુ વર્ષે તાલુકાની ૧૭૩ સરકારી સ્કૂલ અને ૬૦ ખાનગી શાળામાં ૨૪૦૦ વૃક્ષો રોપવાનો લક્ષ્યાંક છે. પોતાના જન્મ દિવસે છેલ્લા ૬ વર્ષમાં અત્યાર સુધીમાં ૧૦ હજાર વૃક્ષો મિતશભાઈએ રોપ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application