Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : સોનગઢ નગરમાં અજાણ્યા વાહન અડફેટે આધેડનું મોત

  • September 18, 2022 

મનિષા સૂર્યવંશી/વ્યારા : સોનગઢ નગરમાં  કોઈ અજાણ્યા વાહન અડફેટે ૬૩ વર્ષીય આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનો બનાવ પોલીસ મથકે રજીસ્ટર થયો છે.



મળતી માહિતી અનુસાર સોનગઢનગરમાં આવેલ  જેકે પેપર  ગેટ સામે નેશનલ હાઇવે નંબર-૫૩ના પુલિયા નીચે રોડ પર ગતમોડી રાત્રે કોઈ એક અજાણ્યા વાહન ચાલકે પોતાના ક્બ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ રવજીભાઈ ઉબડાભાઈ ચૌધરી (ઉ.વ.૬૩) રહે,વડગામ ડુંગરી ફળિયું તા.માંગરોળ નાને અડફેટમાં લેતા રવજીભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જોકે ટુકી સારવાર દરમિયાન રવજીભાઈનું મોત નિપજ્યું હતું, બનાવ અંગે અશ્વિનભાઈ રવજીભાઈ ચૌધરીની ફરિયાદના સોનગઢ પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application