તાપી જિલ્લા એલસીબી/પેરોલ ફર્લો સ્કોર્ડ પોલીસ સ્ટાફના માણસો તા.૨૩મી જુના નારોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમિયાન મળેલ બાતમીના આધારે વ્યારા ઉનાઇ નાકા પાસેથી મોહનભાઇ વિરમાભાઈ રબારી ઉ.વ.૫૧ રહે.ભાટપુર ગામ નિશાળ ફળીયા તા.વ્યારા) ને ઝડપી પાડી તેના કબ્જામાં રાખેલ મોબાઇલ બાબતે પુછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા મોહનભાઇ રબારી પાસેથી એક કાળા કલરનો રીયલમી કંપનીનો સી-૩૩ મોડેલનો મોબાઇલ ફોન જેનો IMEI NO 863570065065532 તથા 863570065065524 મળી આવતા તેની પાસેથી મોબાઇલ ફોનના બીલ કે કોઇ આધાર પુરાવા મળ્યા નહતા.આ મામલે પોલીસે પકડાયેલા આરોપી પાસેથી મોબાઇલ ફોનની કિંમત રૂ.૫ હજાર ગણી સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબજે કરી પકડાયેલ ઇસમની અટક કરી આગળની વધુ તપાસ સારૂ વ્યારા પોલીસને સોંપવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application