તાજેતરમા વઘઇ ખાતે યોજાયેલા 'વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ' કાર્યક્રમમા, પ્રાકૃતિક ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબિર તાલુકાની ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO) સાથે પણ કેટલાક સમજૂતી કરાર થયા છે. જેમા ડાંગ જિલ્લાની પ્રાકૃતિક પેદાશો, સ્થાનિક ઉત્પાદનો, અને બનાવટોને વધુ વેગ આપવા સાથે, મોટા પાયે સ્થાનિક કક્ષાએ રોજગારીનુ સર્જન કરી શકાશે. પ્રાકૃતિક ગુજરાતના રોલ મોડેલ સમા પ્રાકૃતિક કૃષિ આધારીત ડાંગ જિલ્લામા કાર્યરત આહવા, વઘઈ અને સુબીર તાલુકાના FPO સાથે, નેચરલ ફાર્મ પ્રોડક્ટ પ્રોડ્યુસર કંપની લિમિટેડ, સજીવન સિડ પ્રાઇવેટ લિમિટેડ, અને હીરગ્લોબલ એગ્રીટેક કોલોબોરેશન પ્રાઇવેટ લિમિટેડ (ઓર્ગેનિક એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ) સાથે રૂ.૧૯ કરોડથી વધુના સમજૂતી કરાર કરવામા આવ્યા છે. આ સમજૂતી કરારમા પ્રોટેક્ટેડ ફાર્મિંગ ફ્લોરિકલ્ચર અને બીયારણ પ્રોડક્શનના વર્લ્ડ ક્લાસ મોડેલ, તેમજ સર્ટિફાઇડ પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની ખરીદી બાબતે સમજૂતી કરાર કરવામા આવ્યા છે.
જે સંભવત આગામી વર્ષ ૨૦૨૪મા કાર્યરત થશે, અને જિલ્લાના ૧૦ હજારથી વધુ પ્રાકૃતિક કૃષિ કરનાર ખેડૂતોને તેનો લાભ મળશે. સાથે જ બહોળા પ્રમાણમા જિલ્લાના મુખ્ય વ્યવસાય એવા કૃષિ ક્ષેત્રે વ્યાપક રોજગારીનુ સર્જન પણ કરી શકાશે. વઘઇ ખાતે ડાંગ જિલ્લાના ખેડૂત ઉત્પાદન સંગઠન (Farmer Product Organisation, FPO) સાથે થયેલા સમજૂતી કરારના કારણે પ્રાકૃતિક કૃષિના રોલ મોડેલની સાથે ટેક્નોલોજી સભર સસ્ટેનેબલ ફાર્મિંગનુ પણ ડાંગ જિલ્લો રોલ મોડેલ બને એવી શક્યતાઓ ઉભી થવા પામી છે. સજીવન સીડ પ્રા.લી. ના સી.ઇ.ઓ ડૉ.સંજુબેન શર્માએ જણાવ્યુ હતુ કે, તેઓની કંપની દ્વારા, ડાંગ જિલ્લામા ખેત પેદાશ અંગેનો સર્વે કરવામા આવ્યો હતો. જેમા શાકભાજી સીડ્સની ખેતી માટે ડાંગ જિલ્લાનુ વાતાવરણ અનુકુળ છે. ત્યારે તેમણે ડાંગ જિલ્લાની ત્રણેય એફ.પી.ઓ. સાથે સીડ્સ પ્રોજેક્ટનો સમજૂતી કરાર કર્યો છે.
આ સમજૂતી કરારથી તેઓ સ્થાનિક લોકોને સીડ્સ ઉગાડવાની ટ્રેનિંગ આપશે, અને સીડ્સનુ ઉત્પાદન પણ કરશે. જેનાથી ડાંગ જિલ્લામા સ્થાનિક કક્ષાએ ખેડુતોને રોજગારી મળી રહેશે. તો સાથોસાથ જિલ્લાનો સ્થળાંતરનો પ્રશ્ન પણ મહદઅંશે હલ કરી શકાશે. સજીવન સીડ પ્રા.લી. ના જનરલ મેનેજરશ્રી ડૉ. સચિનભાઈએ જણાવ્યુ હતુ કે, તેઓના પ્રોજેક્ટ પ્રોકયોઓફ ઓર્ગેનીક પ્રોડ્યુસ ફ્રોમ એફ.પી.ઓ. પ્રોજેક્ટ અંતર્ગત, તેઓ ડાંગ જિલ્લાની તમામ પ્રાકૃતિક પેદાશોને બજાર સુધી લઇ જઇ, ખેડુતોને પ્રાકૃતિક ખેતીના બજાર ભાવ અપાવવામા મદદરૂપ થશે. સજીવન સીડ પ્રા.લી. દ્વારા ડાંગ જિલ્લાની ત્રણેય એફ.પી.ઓ. સાથે રૂપિયા એક એક કરોડ મળી કુલ ૩ કરોડ રૂપિયાના કરાર કરવામા આવ્યા છે.
જેમા દરેક કંપની દીઠ પ્રાથમિક ધોરણે સો ખેડુતો મુજબ કુલ ત્રણસો જેટલા ખેડુતોનો સમાવેશ કરવામા આવ્યો છે. આ ઉપરાંત ગુજરાત સરકાર સાથે મળી ઓર્ગેનિક સર્ટીફિકેશન માટે કામ કરતી હીરગ્લોબલ એગ્રીટેક કોલોબોરેશન પ્રા.લીના પ્રતિનિઘી શ્રી માધવભાઇ જોષીએ જણાવ્યુ હતુ કે, તેઓ દ્વારા હાઇટેક ફ્લેટ સેટ નેટ, નેચરલ પ્રોટેક્ટેડ ફાર્મિંગમા દ્વારા ફ્લોરીકલ્ચર ગુલાબની ખેતી કરવામા આવશે. જેનુ વઘઇ ખાતેની એફ.પી.ઓ. પ્રોસેસિંગ કરી ગુલાબનુ અર્ક બનાવશે. જે અર્કની તેઓ ખરીદી કરશે. હીરગ્લોબલ એગ્રીટેક કોલોબોરેશન પ્રા.લી. દ્વારા ડાંગ જિલ્લાની ત્રણેય એફ.પી.ઓ સાથે ૧૫ કરોડથી વધુની રકમના સમજૂતી કરાર કરવામા આવ્યા છે.
જેમા તેઓ એક ખેડુત પાછળ રૂ.૧૬ લાખ જેટલું રોકાણ કરશે. જેમા સરકારી સબસીડીનો લાભ પણ ખેડુતને આપવામા આવશે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ધ દ્રસ્ટ્રીના કારણે 'વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ' કાર્યક્રમથી ડાંગ જેવા વિષમ પરિસ્થિતિ ધરાવતા જિલ્લામાં કરોડો રૂપિયાના સમજૂતી કરાર થયા છે. જે આગામી દિવસોમાં સમગ્ર રાજયની સાથે ડાંગને પણ વાયબ્રન્ટ બનાવશે, અને ડાંગ જિલ્લાની પ્રાકૃતિક પેદાશોની સાથે સ્થાનિક કક્ષાએ રોજગારીને પણ વધુ વેગ અપાવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500