આગામી તારીખ ૨૧મી જૂન, ૨૦૨૩ના રોજ યોજાનાર આતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેક્ટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં અધ્યક્ષ સ્થાનેથી કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, ૨૧ મી જુન, નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર ગુજરાતમાં ખુબ જ સફળ અને ભવ્ય અને વિશાળ સંખ્યામાં કરવાનું આયોજન કરવાનું હોવાથી તાપી જિલ્લાના દરેક તાલુકા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ ,શાળા-કોલેજોમાં ૨૧મી જૂન, ૨૦૨૩ ના રોજ યોજાનાર આતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી થાય તેવું આયોજન કરવું, તથા ૧૫ તારીખથી શરુ થતા પ્રચાર-પ્રસારના કાર્યક્રમના ભાગ રૂપે દરેક વિભાગે યોગા સેશન કરવાનું રહેશે તેમ દરેક વિભાગનાં અધિકારીઓને સુચના આપી હતી.
વધુમાં ૨૧ જુને વધુમાં વધુ લોકો આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લે તે પ્રમાણેનું આયોજન કરવા સંબધીત અધિકારીઓને જણાવ્યું હતું. જિલ્લા રમત વિકાસ અધિકારીએ જણાવ્યું હતું સંબધિત વિભાગો આ કાર્યક્રમમાં સહભાગી થાય અને તેઓના વિભાગ તરફથી મોટા પાયે પ્રચાર પ્રસાર થાય અને લોક જાગૃતિ અંગેના કાર્યક્રમો થાય તે અપેક્ષિત છે. ૧૫ જુને પંચાયત વિભાગ દ્વારા, ૧૬ જુને આરોગ્ય વિભાગ, ૧૭ જુને શિક્ષણ વિભાગ દ્વારા તથા ૧૮ જુને પોલિસ વિભાગ દ્રારા અને ૨૦ જુને જિલ્લા સેવા સદન ખાતે યોગા સેશન યોજાશે. વધુમાં ઉમેર્યું હતું કે, તાપી જિલ્લા કક્ષાનો ૨૧મી જૂન, ૨૦૨૩ “આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ” દિવસની ઉજવણીની વ્યારા સ્થિત દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે યોજાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500