ભરૂચ કલેક્ટર કચેરીના વિડિયો કોન્ફરન્સ હોલમાં જિલ્લાની ડેજીગ્નેટેડ એમ.પેનલ્ડ કોવિડ હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરમાં ફાયર સેફ્ટીની એન.ઓ.સી મેળવવા અંગેની બેઠકમાં સમાહર્તાએ વધુમાં જણાવ્યું કે, જે હોસ્પિટલો નોટીસોનો પ્રત્યુત્તર નથી આપતી તેવી હોસ્પિટલોને કડક કાર્યવાહી કરીને સીલ કરવાની કામગીરી હાથ ધરવા ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું. કલેક્ટરએ ઉપસ્થિતોને આકસ્મિક બનાવના સમયે હોસ્પિટલમાં દર્દીઓ માટે સંકટ સમયની EXIT બનાવવાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને સર્વે અધિકારીઓને નિરીક્ષણની કામગીરી ઝીંણવટભરી કરવા માટેનું ઉમેર્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, પ્રાંત અધિકારી પ્રજાપતિ, સુરત ખાતેના પ્રાદેશિક ફાયર અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક્ષક ઈજનેર, ડી.જી.વી.સી.એલ. ભરૂચ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખ કરવું જરૂરી છે ભરૂચ જિલ્લામાં ૫૦થી વધુ કોવિડ હોસ્પિટલ આવેલી છે. જેની ફાયર સેફ્ટીની એન.ઓ.સી. નિરીક્ષણની કામગીરી ચાલુ કરવામાં આવી છે. અંતર્ગત ફાયર સેફ્ટી અંગે ૩૦થી વધુ હોસ્પિટલો ફાયર એન.ઓ.સી. અંગે નોટીસ આપવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500