માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તા.૧૦ જૂન, ૨૦૨૨ના રોજ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ખાતે સંભવિત કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. અને ત્યાં વિશાળ જનસમુદાયને સંબોધન કરશે આ અનુસંધાને, પાણી પુરવઠા વિભાગ સચિવ ધનંજય દ્રિવેદી, કમિશનર મ્યુનિસિપાલીટી એડમિનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલ, કમિશનર મહિલા અને બાળ વિકાસ કે. કે. નિરાલા, નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય સહીત ગાંધીનગર તેમજ સ્થાનિક વરિષ્ઠ અધિકારીઓએ ખુડવેલ સ્થળની મુલાકાત લીધી હતી. અને સ્થળ પર જ બેઠક કરી ઉપયોગી માહિતી તેમજ જરૂરી વ્યવસ્થાની ચર્ચા કરી હતી.
આ બેઠકમાં સચિવઓ અને કલેકટરએ બેઠક વ્યવસ્થા, પરિવહન, પાર્કિંગ, હેલિપેડ સ્થળ અને કોન્વોયની કામગીરી તથા ઉપસ્થિત રહેનાર લોકો માટે સુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. મેડિકલ ટીમ, ઈન્ટરનેટની વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ઉપરાંત સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે અન્ય અધિકારી સાથે પણ પરામર્શ કર્યો હતો. સ્થળ મુલાકાત બાદ નવસારી જિલ્લા કલેકટર કચેરી સ્થિત સભાખંડ ખાતે સચિવઓ સહીત ઉક્ત વરિષ્ઠ અધિકારીઓ તથા નવસારી જીલ્લાના વિવિધ વિભાગોના વડાઓ હાજર રહી આ સંભવિત કાર્યક્રમના સુચારુ આયોજન અંગે સંબંધિત મુસદ્દાઓ સાથે વિગતવાર તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500