ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના અંતર્ગત મિશન શક્તિ યોજના હેઠળ"સંબલ" અને "સામર્થ્ય" પેટા યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે. જે પૈકી "સંબલ" યોજના અંતર્ગત “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે જેના ભાગ રૂપે આજે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગના અઘ્યક્ષસ્થાને મિશન શક્તિ યોજના અંતર્ગત બેટી બચાઓ બેટી પઢાઓ અંગે જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતીની બેઠક યોજાઇ હતી. જેમાં મિશન શક્તિ યોજનાના, બેટી બચાઓ પઢાઓના એક્સન પ્લાનની ચર્ચા અને જરુરી સુચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેક્ટર ડૉ.વિપિન ગર્ગે સંબધિત તમામ વિભાગોને દીકરીઓના વિકાસ માટે એક્સન પ્લાન બનાવવા જણાવ્યું હતું. વધુમાં સંબધિત વિભાગો પાસેથી દીકરીઓના વિકાસ માટે નવું શું કરી સકાય તે અંગેના કેટલક સુચનો મેળવ્યા હતા. દિકરીઓના વિકાસ માટે નાણાકિય જોગવાઇ અનુસાર ફાળવવામાં આવતી ગ્રાંટનો યોગ્ય ઉપયોગ થાય તે તેવું આયોજન કરવા સંબધિત વિભાગોને જણાવ્યું હતું. સમગ્ર બેઠકનું સંચાલન મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીની દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, યુવા પ્રાંત અધિકારી મીત ચૌહાણ, જિલ્લા શિક્ષણ નિરિક્ષક, લિડ બેન્ક મેનેજર, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી, તાપી,મહિલા પોલિસ સહિત વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500