રાજ્યના આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ મંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન ભવનના સભાખંડ ખાતે ‘જિલ્લા આયોજન મંડળ’ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સહ ઉપાધ્યકક્ષ તુષાર સુમેરાએ પ્રભારીમંત્રીનું સ્વાગત કરી અભિવાદન કર્યું હતું. ત્યારબાદ બેઠકમાં આગાઉ ત્રણ વર્ષના કામોની સમિક્ષા કરવામાં આવી હતી. વિવિધ સાત જેટલા એજન્ડાની સમિક્ષા કરી આયોજન હેઠળ MLADS, ૧૫ ટકા વિવેકાધીન ૫ ટકા પ્રોત્સાહક, ATVT યોજના, માન. ધારાસભ્ય ફંડ, વિકાસશીલ તાલુકા જોગવાઇ વગેરે હેઠળ મંજૂર થયેલ કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
સાથે જ આયોજન હેઠળની વિવિધ યોજનાના મંજૂર થયેલા કાર્યોના તેમજ ચાલુ વર્ષના સૈદ્ધાંતિક મંજૂરીના કામોના તાંત્રિક અંદાજ સહિતના અન્ય કામોની સમીક્ષા કરી બહાલી આપવામાં આવી હતી. આયોજનના ભાગરૂપે સૌ અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ સાથે ઝીણવટપૂર્વક ચર્ચા-વિચારણા કરીને આયોજનને વધુ સુદ્દઢ બનાવવા માટે સબંધિત અધિકારીશ્રીઓને પ્રભારીમંત્રી કુંવરજીભાઈ હળપતીએ માર્ગદર્શન પુરુ પાડીને કેટલાંક રચનાત્મક સૂચનો કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500