Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ

  • May 29, 2023 

તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને તથા જિ.પં.પ્રમુખ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. આ બેઠકમાં કલેક્ટરએ સરકારશ્રીની “વન નેશન વન રેશન” યોજના અંગે લોકોમાં જાગૃતતા લાવવા અને કોઇ પણ નાગરિક કોઇ ગેરસમજના કારણે અનાજ લેવાથી બાકાત ન રહે તેની તકેદારી રાખી યોગ્ય આયોજન કરવા જણાવ્યું હતું. તેમણે તમામ સસ્તા અનાજની દુકાનોમાં ડિસ્ટ્રીબ્યુશન યોગ્ય રીતે થાય છે કે નહી તેની ચકાસણી કરવા જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહએ ગ્રામમુલાકાત દરમિયાન તેઓના સમક્ષ રજુ થયેલા અનાજને લગતા ગ્રામજનોના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.






ડી.ડી.ઓ.એ ગ્રામ્ય સ્તરે આઇ.ઇ.સી એક્ટીવીટી વધારવા સંબંધિત વિભાગને માર્ગદર્શન આપ્યું હતું. ડેપ્યુટી કલેકટર અને જિલ્લા પુરવઠા અધિકારીએ સમગ્ર બેઠકનું સંચાલન કરી રેશનિંગની દુકાનના સ્થળમાં ફેરફાર કરવા અંગે, FPS દ્વારા ૧૦૦ ટકા આધાર વેરિફાઇડ અનાજનું વિતરણ કરવા અંગે, સાયલંટ રેશનકાર્ડ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની વિવિધ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application