નવસારીના મટવાડ ગામ પાસેની ખુલ્લી જગ્યામાં ચોરી કરેલ લોખંડની ચેનલો સાથે એલ.સી.બી. પોલીસે એક ઇસમને ઝડપી પાડી રૂ.૬૦ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, નવસારી જિલ્લા એલ.સી.બી.,પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે વખતે મળેલી બાતમીના આધારે હાઇવે રોડના ખારેલ બ્રિજના છેડા પાસેના મટવાડ ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં ચોરી અને છળકપટથી મેળવેલ લોખંડની ચેનલો તથા સળીયા કુલ વજન ૧૧૦૦ કિલો કિંમત રૂ.૬૦,૫૦૦ સાથે આરોપી પુનારામ કોલાજી ચૌધરી (ઉ.વ.૪૪, હાલ રહે.આનંદવાટીકા સોસાયટી, ગણદેવા. ખારેલ. મૂળ રહે. રાજસ્થાન)ને ઝડપી પાડયો હતો. બનાવ અંગે નવસારી રૂરલ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500