Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલના મોગરાણ ગામે વરલી મટકાનો જુગાર રમાડતા એક ઇસમ ઝડપાયો

  • March 20, 2021 

ઉચ્છલ તાલુકા ના મોગરાણ ગામે વરલી મટકા જુગારનો જુગાર રમાડતા એક શખ્સને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

 

 

 

ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો ને મળેલ બાતમીના આધારે ઉચ્છલ તાલુકાના મોગરાણ ગામે ચાલતા વરલી મટકા જુગાર ના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન સ્થળ પરથી પ્રકાશભાઈ લક્ષ્મણભાઈ વસાવા રહે, મોગરાણ ગામ, મંદિર ફળિયું તા.ઉચ્છલ નાનો પોતાના ઘરની સામે આવેલ ખુલ્લી જગ્યામાં મુંબઈ થી નીકળતા વરલી મટકાના આંકડા ઉપર હારજીતનો જુગાર રમાડતા જુગારના સાધનો તેમજ કલ્યાણ,મિલન નાઈટ બજારની આંકડાઓ લખેલ કાગળની કાપલીઓ તથા અંગ ઝડતી દરમ્યાન મળી આવેલ રોકડ રૂપિયા 1230/- ના મુદ્દામાલ સાથે પ્રકાશ વસાવાને ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ અતુલભાઈની ફરિયાદના આધારે પ્રકાશ વસાવાવિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application