Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના ઉંચામાળા ગામનો શખ્સ વિસ્કીની બોટલો સાથે પકડાયો

  • November 09, 2020 

મોટર સાયકલ ઉપર વિદેશીદારૂ વિસ્કીની બોટલો લઈને જતો વ્યારાના એક શખ્સને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી 22,00/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે,

 

 

જીલ્લા એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે આજરોજ સોનગઢના જુના આરટીઓ ચેકપોસ્ટ પાસેથી સુકરભાઈ નરસિંહભાઈ ચૌધરી રહે, ઉંચામાળા ગામ, દેવાણી ફળિયું તા.વ્યારા નાને મોટર સાયકલ નંબર જીજે/19/એન/4648 ઉપર વિદેશીદારૂ વિસ્કીની બોટલ નંગ 4 જેની કિંમત રૂપિયા 17,00/- ના દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 500 મળી કુલ રૂપિયા 22,00/- નો મુદ્દામાલ કબજે કર્યો છે,

 

 

વિસ્કીની બોટલો લક્કડકોટના બીયરબાર પરથી કોઈ અજાણ્યા ઇસમે ભરી આપ્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ શશીકાંતભાઈની ફરિયાદના આધારે આરોપીઓ વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application