રિપબ્લિક ઓફ કોંગોમાં સેનાની ભરતી અભિયાન દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં એક સ્ટેડિયમમાં સેનામાં ભરતી માટે યુવાનોની મોટી ભીડ એકત્ર થયા બાદ નાસભાગ મચી ગઈ હતી જેમાં 37 લોકોના મોત થયા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. રિપબ્લિક ઓફ કોંગોની રાજધાની બ્રાઝાવિલેના લશ્કરી સ્ટેડિયમમાં સેનાની ભરતી અભિયાન દરમિયાન ભીડ બેકાબૂ બની ગઈ હતી અને નાસભાગ મચી ગઈ હતી. જેમાં 37 લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા અઠવાડિયાથી દરરોજ ભરતી કેન્દ્રોની બહાર લાંબી લાઇનો લાગી હતી. યુવાનો મોટી સંખ્યામાં સેનામાં જોડાવા માંગતા હતા. દરરોજ લગભગ 700 લોકોનું રજિસ્ટ્રેશન થતુ હતું જયારે માત્ર 1,500 જ જગ્યાઓ ખાલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application