Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ ડેમની સ્થિતિ પર એક નજર : ડેમની સપાટી ૩૪૧.૨૩ ફૂટે પહોચી, ૫૨ હજાર કયુસેક પાણી તાપી નદીમાં છોડાયું

  • September 17, 2022 

ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી સતત નવા પાણીની આવક ઉપલબ્ધ બનતા આજરોજ રાત્રે ૯ કલાકે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૪૧.૨૩ ફૂટ ઉપર પહોંચી હતી અને ડેમમાં હજાર ૮૬ ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી, ડેમના ૨૨ ગેટ પૈકી ૫ ગેટ ૩ ફૂટ ખોલી ડેમમાંથી ૫૨ ક્યુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.





દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમના સૂત્રોએ જણાવ્યા મુજબ ઘણા દિવસોથી ઉકાઇ ડેમમાં વધતા ઓછા ­પ્રમાણમાં નવા પાણીની વિપુલ આવક થઇ રહી છે જેથી ડેમની સપાટી તેના ભયજનક લેવલ નજીક પહોંચી છે, ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે.




તા.૧૬મી સપ્ટેમ્બર નારોજ રાત્રે ૯ કલાકે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૪૧.૨૩ ફૂટે પહોંચી છે. ઉકાઇ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્ય­દેશમાં આવેલા કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ વરસતા આજે રાત્રે ૮ કલાકે પ્રકાશા ડેમના ૬ ગેટ ફૂલ ઓપન કરીને ડેમમાંથી ૯૩ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તેમજ પ્ર­કાશા  ડેમની જળ સપાટી ૧૦૮.૭૦૦ મીટર નોંધાઇ હતી આજ રીતે ­પ્રકાશા ડેમના ઉપરવાસમાં તાપી નદી પર આવેલા હથનુર ડેમની સપાટી રાત્રે ૯ કલાકે ૨૧૨.૭૪૦ મીટર નોંધાઇ હતી અને ડેમના ૧૦ ગેટ અઢી મીટર ઓપન કરી ડેમમાંથી તાપી નદીમાં ૫૯ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application