Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં શિવાજી નગરમાંથી દારૂનું વેચાણ કરતી લિસ્ટેડ બુટલેગર મહિલા ઝડપાઈ

  • December 12, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢ નગરનાં શિવાજી નગરમાંથી વગર પાસ પરમિટે વિદેશી દારૂનું વેચાણ કરતી લિસ્ટેડ બુટલેગર મહિલાને ઝડપી પાડી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટેશનનાં ટાઉન વિસ્તારમાં પ્રોહી. પેટ્રોલીગમાં નીકળ્યા હતા. તે દરમિયાન સોનગઢ શિવાજી નગર ફળિયામાં રહેતી લિસ્ટેડ બુટલેગર મહિલા શાંતાબેન સંભાજીભાઈ ગામીતનાં ઘરે રેઈડ કરતા ઘરમાં તથા ઘરની આજુબાજુમાં તપાસ કરતા એક કાપડની થેલીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બાટલીઓ મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application