ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005 સેમિનાર ધરમપુર અંતર્ગતતા.૦૪/૧૧/૨૦૨૩ના રોજ પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર, આઇ.ટી.આઇ. ધરમપુર ખાતે ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય શિબીરનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં કુલ ૨૧૭ લાભાર્થી હાજર રહ્યા હતા. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વલસાડના પેનલ એડવોકેટ દ્વારા મહિલાલક્ષી કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી આપવામાં આવી હતી.
પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર વલસાડના કાઉન્સેલર દ્વારા PBSC વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ મહિલા પોલિસ સ્ટેશન વલસાડના PSI દ્વારા પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવતી વિવિધ પ્રકારની મહિલાલક્ષી કાયદાઓ વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી વલસાડ દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ જિલ્લા મહિલા અને બાળ વિભાગની મહિલાલક્ષી યોજનાઓનો પરિચય આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર વલસાડ દ્વારા ૧૮ વર્ષથી નાની વયના બાળકો માટેના કાયદાઓ સમજાવવામાં આવ્યા. જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા જેન્ડર ઇક્વાલિટી, પોકસો એક્ટ વિશે માહિતી આપેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application