મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ડોસવાડા ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઈવે ઉપર રોડ ઉપર કામ કરતા મજુર યુવકનું ટ્રક અડફેટે આવતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, સોનગઢનાં ડોસવાડા ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર-53 ઉપર વ્યારાથી સોનગઢ જતાં રોડ ઉપર રવિવારનાં રોજ બપોરના સમયે ટ્રક નંબર OD/18/B/4489નો ચાલક નૃપરાજ છબીમન્યુ બાગ (રહે.શાલેપડા, બરગાવ પંચાયત કેન્દુપાટી થાના બોરડા તા.કેગા, જિ.કલાહાંડી)નાએ પોતાના કબ્જાની ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રહ્યો હતો.
તે સમયે રોડ ઉપર કામ કરતો 20 વર્ષીય મજુર વિક્રમ શંકરલાલ મેહરા (રહે.મેડ ગામ, થાના વિરાટ નગર, જયપુર) નાને અડફેટે લઈ શરીરે તેમજ માથાના ભાગે આ અકસ્માત ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે આ અકસ્માત સારવાર માટે ખસેડતા વિક્રમનું સુરત યુનિટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે સોનગઢ પોલીસે ઈન્દ્રદેવ સિંહની ફરિયાદના આધારે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500