ગુરુગ્રામનાં માનેસર સેક્ટર-6માં લાગેલી આગ કલાકો બાદ પણ કાબૂમાં આવી નથી શકી. જેમાં 3 થી 5 કિમીના વિસ્તારમાં પડેલા સ્ક્રેપમાં સોમવારે રાત્રે લગભગ 10:00 વાગ્યે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થઈ ગયું હતું, જ્યારે 2 લોકો ખૂબ જ ખરાબ રીતે દાઝી ગયા હતા. જેમાં મોડી રાત્રે જોરદાર પવન બાદ લાગેલી આગે નજીકની ડઝનો ઝૂંપડ પટ્ટીઓને પોતાની લપેટમાં લઈ લીધી હતી. ઘટના સ્થળે હાજર 300 ફાયર ફાઈટરની ગાડીઓ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી હતી. મળતી માહિતી પ્રમાણે, ફાયર ફાઈટરની ગાડીઓ સાથે 250થી વધુ ફાયર ફાઈટર પણ રાતથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યા રહ્યા હતા. અહેવાલ પ્રમાણે માનેસર સેક્ટર-6નાં કાકરૌલા ગામની ગંદા નાળા પાસેની ઝૂંપડ પટ્ટીમાં કેટલાક ઘરોમાં સાંજના સમયે ભોજન બનાવવામાં આવી રહ્યું હતું.
આ દરમિયાન જોરદાર પવનના કારણે સ્ક્રેપમાં આગ લાગી ગઈ હતી. ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ભારે પવનના કારણે અનેક ઝૂંપડ પટ્ટીઓમાં પણ આગ લાગી હતી. આગની સૂચના મળતાં જ ફાયર વિભાગના ડઝનો ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવા માટે જહેમત શરૂ કરી હતી. ઝૂંપડપટ્ટીમાં જ્યાં આગ લાગી હતી ત્યાંથી સામાન સમયસર હટાવી શકાયો નહોતો. ઝૂંપડ પટ્ટીમાં રાખેલા ગેસ સિલિન્ડર પણ આગની લપેટમાં આવી ગયા હતા અને તે ગેસ સિલિન્ડર રાત્રિ દરમિયાન પણ ફાટતા રહ્યા હતા. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા. પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે હાજર હતી અને તેમનું કહેવું છે કે, આગ પર કાબૂ મેળવ્યા બાદ જ નુકસાનનું આકલન કરી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application