ભરૂચ-કેબલ બ્રિજ પર હિટ એન્ડ રન ની ઘટના સામે આવી,અજાણ્યા વાહન ચાલકે એક વ્યક્તિને અડફેટે લઇ મોત નિપજાવી ફરાર થયો હતો.ભરૂચ જિલ્લામાં દીવસેને દિવસે અકસ્માત ની ઘટનાઓ માં સતત વધારો નોંધાઈ રહ્યો છે,તેમાં પણ રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગો પર અકસ્માત ની રોજ મ રોજ ઘટનાઓ બનતી સામે આવી રહી છે,છેલ્લા ૨૪ કલાક માં જ સર્જાયેલ અકસ્માત ની ઘટનાઓમાં બે જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે,જેમાં એક ઘટના કોસમડી નજીક તો અન્ય એક ઘટના કેબલ બ્રિજ નજીક બની હોવાનું સામે આવ્યું છે.
ભરૂચ,અંકલેશ્વર ને જોડતા કેબલ સ્ટેઇડ બ્રિજ પર હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે,જ્યાં એક રાહદારી ને અજાણ્યા વાહન ના ચાલકે અડફેટે લઇ તેનું ઘટના સ્થળે જ મોત નિપજાવી સ્થળ પરથી ફરાર થઈ જતા ઉપસ્થિત લોકો માં ભારે ચકચાર મચી હતી,હાલ મૃતક વ્યક્તિ કોણ છે અને ક્યાંનો છે તે દિશામાં પોલીસે તપાસ ના ધમધમાટ શરૂ કર્યા છે, અકસ્માત ની ઘટના બાદ અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા મૃતક યુવક ની લાશનો કબ્જો મેળવી તેની લાશ ને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500